વાંકાનેર કરણીસેના પ્રમુખ સહિત ક્ષત્રિય અગ્રણીઓની અટકાયત કરતી પોલીસ; ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ
વાંકાનેર પરષોત્તમ રૂપાલા વિરોધ પ્રદર્શન કરવા આવેલ ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી.
ક્ષત્રિય સમાજ રૂપાલા સહિત હવે સમગ્ર ભાજપનો વિરોધ કરી રહી છે: નારૂભા ઝાલા
વાંકાનેર: પરષોત્તમ રૂપાલા દ્વારા કરવા આવેલ અભદ્ર ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજનો રોષ સમજવાનું નામ લઈ રહ્યો નથી. ત્યારે આજ રોજ પરષોત્તમ રૂપાલા વાંકાનેર ખાતે મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન કરવા આવી રહ્યા હોય ક્ષત્રિય સમાજ દ્વારા સાંજે 5 વાગ્યે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના લોકો મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચે એ પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી DYSP કચેરી ખાતે રાખવામાં આવ્યા છે.