વાંકાનેર: જોખમી રીતે વાહનોમાં પેસેન્જરો બેસાડનાર વાહન ચાલકો વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી
વાંકાનેર: જોખમી રીતે વાહનોમા બેસાડી પેસેન્જરોનું સ્થળાંતર કરતા વાહન ચાલકોને વાંકાનેર સીટી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.
મોરબી જીલ્લામાં બહારના રાજ્યોમાથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજુરીકામ કરવા આવતો મજુરો વાહનોમા ખચો-ખચ અને જોખમી રીતે બેસીને આવતા હોય જેથી કોઈ દુર્ઘટના બનવાની શક્યક્યતા રહેલ હોય જેથી આવા વાહન ચાલકો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા કડક સુચના થઈ આવેલ હોય જેથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન સ્ટાફ કામગીરી કરવા પ્રત્યનશીલ હોય અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ નાકા, રસ્તા ઉપર વોચ તપાસ-વાહન ચેકીંગમાં રહી જોખમી રીતે, ખચો-ખચ મોટી સંખ્યામા માણસો બેસેલ વાહનો કુલ-૦૩ મળી આવતા ત્રણેય વાહન ચાલકો વેસ્તા ધુમસિંહ દેવકીયા ઉ.વ.૨૫ ધંધો.ડ્રાઇવીંગ રહે. છોટી ફાટક તા.ભાબરા જી.અલીરાજપુર (એમ.પી), માનસિંગ નુરલા ડાવર ઉ.વ.૩૧ ધંધો. ડ્રાઇવીંગ રહે.બોકડીયા પુજારીભળીયા તા. ચાંદપુર જી. (અલીરાજપુરાએમ.પી), જીતેન્દ્ર દરીયાવસિંગ માવડા ઉ.વ.૨૫ ધંધો. ડ્રાઇવીંગ રહે. કાલીખેતા તા.જોબટ જી.અલીરાજપુર (એમ.પી) વિરુદ્ધ આઈ.પી.સી તેમજ મોટરવ્હીકલ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વાંકાનેર સીટી પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવ્યું હતું.