વાંકાનેરના હસનપર ઓવરબ્રિજ નજીક બાઇક અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માતમાં પિતા-પુત્રીના મોત બાદ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર હસનપર ઓવરબ્રિજ પાસે બાઇકમાં પસાર થતાં રાતીદેવરી ગામના પરિવારનું બાઇક આગળ જતા ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જે બનાવમાં પિતા-પુત્રીના મોત થતાં આ મામલે મૃતક યુવાનના પિતાએ ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર હસનપર ઓવરબ્રીજ પાસે બાઇક લઇને પસાર થતા રાતીદેવરી ગામના વતની પરિવારનું બાઇક ટ્રક નં. GJ 36 V 2233 ના ચાલકની બેદરકારીના કારણે ટ્રક પાછળ ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક મયુરભાઈ રમેશભાઈ પરબતાણી અને તેમની પાંચ વર્ષીય દિકરી પ્રીતિનું માથામાં ગંભીર ઇજા થવાથી મોત થયું હતું, જ્યારે મયુરભાઈના પત્ની ભાવનાબેનને પણ ગંભીર ઇજાઓ પહોંચતા આ મામલે મૃતક યુવાનના પિતા રમેશભાઈ ગાડુંભાઈ પરબતાણીએ વાંકાનેર સીટી પોલીસમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે