Saturday, September 21, 2024

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 21 અને 28 સપ્ટેમ્બર એમ બે દિવસ પ્રવેશબંધી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર ફાયરીંગ બટ ખાતે DY. COMMANDANT/CASO, CISF Unit Airport Rajkot ને વર્ષ-૨૦૨૪ ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તારીખ ૨૧/૦૯/૨૦૨૪ અને ૨૮/૦૯/૨૦૨૪ એમ બે દિવસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં ૨૧/૦૯/૨૦૨૪ અને ૨૮/૦૯/૨૦૨૪ એમ બે દિવ જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર