વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રકમાં ભુંસાની આડમાં છુપાવેલ વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક ઝડપાયો
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પંજાબ રાજ્યના ભટીંડાથી ગુજરાત રાજ્યમાં મગફળીની ભુંસાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો બોટલો નંગ-૧૪૦૪૦ કિ.રૂ. ૬૭,૬૯,૯૨૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧,૦૨,૭૭,૯૨૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી એક ટાટા ટ્રક ટ્રેઇલર નંબર- RJ-14-GG-5205 વાળુ રાજકોટ તરફ જનાર છે. જે ટ્રેઇલરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી સચોટ બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ટોલપ્લાઝા પાસે આવેલ પોલીસ ચોકી સામે રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન બાતમીવાળુ ટ્રેઇલર નીકળતા તેમાં આરોપી સતારામ કૂશારામ જેશારામજી ખોથ રહે.જાયડુ ગામ લેગાખોથા કી ઢાણી તા.રામસર જી.બાડમેર રાજસ્થાનવાળા ઇસમ પાસેથી ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો બોટલો નંગ-૧૪૦૪૦ કિ.રૂ. ૬૭,૬૯,૯૨૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧,૦૨,૭૭,૯૨૦/- ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા માલ મોકલનાર કિશોર સારણ રહે ખડીર ગામ તા.રામસર જી.બાડમેર રાજસ્થાનવાળાનૂ નામ ખુલતા બંને ઇસમો વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.