વાંકાનેર: વાંકાનેર બાઉન્ટ્રી નજીક આઇસર ગાડીમાં બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લીશદારૂની બોટલો નંગ- ૬૨૫ તથા બિયરટીન નંગ-૪૮ કિ.રૂ.૨,૭૨,૫૧૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૨,૭૭,૫૧૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી એક આઇસર ગાડી નંબર- GJ-23-AT-3603 વાળી રાજકોટ તરફ જનાર છે. જે આઇસરના પાછળના ભાગે કાળા કલરની તાલપત્રી બાંધેલ છે. જે આઇસર ગાડીમાં ચોરખાનુ બનાવી તેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે. તેવી ચોકકસ બાતમીના આધારે વાંકાનેર બાઉન્ટ્રી પોલીસ ચોકી પાસે હાઇવે રોડ ઉપર બાતમીવાળા આઇસર ગાડીની વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી આઇસર ગાડી નીકળતા આઇસર ચાલક મુળસીંગ પ્રભાતસીંગ રાઠોડ ઉ.વ. ૪૨ રહે. કાનોડા તા.જી.બાડમેર રાજસ્થાન વાળાને ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૬૨૫ તથા બિયર ટીન નંગ-૪૮ કિ.રૂ.૨,૭૨,૫૧૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૨,૭૭,૫૧૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આરોપીની પુછપરછ કરતા અન્ય બે ઇસમો માલ મોકલનાર- દયાનંદ ગોપાલ રહે. કોનકોન ગામ ગોવા, કોચીન, હાઇવે તથા માલ મંગાવનાર- રાજસીંગ રહે. રાજકોટવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે આવેલ શ્રી ગોર ખીજડીયા પ્રાથમિક શાળાનો 93મો જન્મોત્સવ તા. 14-02-2025 ને શુક્રવારના રોજ રાત્રે 08:00 કલાકે ગોર ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, સેલ્ફી ઝોન તથા શાળાના દાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં અતિથિ વિશેષ...
ડાયમંડનગર શાળાના વિદ્યાર્થીઓએ જાત જાતની વાનગીઓ જાતે બનાવી કર્યો વેપાર
મોરબી: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વોકેશનલ એજ્યુકેશન વર્ષ ૨૦૨૪ માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ ની જોગવાઈ મુજબ ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓમાં સર્વાંગીણ વિકાસ થાય,વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે, પોતાને ગમતી પ્રવૃત્તિઓ કરે અને પોતે કરેલ પ્રવૃત્તિથી કમાણી કરી શકે...