વાંકાનેર વિસ્તારમાં પીજીવીસીએલના વિવિધ પ્રશ્નો બાબતે કોંગ્રેસ દ્વારા કાર્યપાલક ઇજનેરને ઉગ્ર રજૂઆત કરાઇ
વાંકાનેર શહેર અને તાલુકામાં વિવિધ વિજ સમસ્યા બાબતે કોંગ્રેસ આક્રમક, સમસ્યાઓના નિરાકરણની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચિમકી
વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો તથા ખેડૂતોને પીજીવીસીએલ તરફથી પડતી વિવિધ વિજ સમસ્યા બાબતે આજરોજ વાંકાનેર કોંગ્રેસ ટીમ દ્વારા પીજીવીસીએલની વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી આ તમામ સમસ્યાઓના તાત્કાલિક નિકાલ કરવા ઉગ્ર અને આક્રમક રજૂઆત કરી જલદ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
આ તકે કોંગ્રેસ દ્વારા વાંકાનેર વિસ્તારના પીજીવીસીએલ તરફથી ઢીલી પ્રિમોન્સુન કામગીરી, કર્મચારીઓની ઓછી સંખ્યા, ફોલ્ટ રીપેરીંગમાં કચાસ, મોડા કનેક્શન આપવા, ખેડૂતોને વિજ જોડાણ આપવા આનાકાની, સુર્યોદય યોજના, ખેડૂતોને દિવસે વિજળી આપવી, રીપેરીંગ સ્ટાફની ઊણપ, ફરિયાદ માટે ફોન રિસિવ ન કરવા સહિતની સમસ્યાઓ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
આ તકે કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, હરદેવસિંહ જાડેજા, કરશનભાઇ લુંભાણી, ઇસ્માઇલભાઈ બાદી, જશુભાઈ ગોહિલ, આબીદ ગઢવાળા, ફારૂકભાઈ કડીવાર, ડૉ. રુકમુદ્દીન માથકીયા, એહમદભાઈ માથકીયા, ગિરિરાજસિંહ ઝાલા, ઉસ્માનભાઈ માથકીયા, ઉસ્માનભાઈ મરડીયા, હનીફ શેરસીયા, હુસેનભાઈ શેરસીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.