Tuesday, January 14, 2025

વાંકાનેરના સરતાનપર રોડ પર પાણી ભરેલ તલાવડીમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ ઘટનાસ્થળે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર બુધવારે બપોરે પાણી ભરેલ તલાવડીમાં કોઇ અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતી હાલતમાં દેખાતો હોવાની માહિતી મળતા વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પાણીમાંથી બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

મળતી માહિતી  મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર કેમેરોન ટાઈલ્સ નામના કારખાના પાછળ પાણી ભરેલ તલાવડીમાંથી આજે બપોરે એક અજાણ્યા 30 થી 35 વર્ષની ઉંમરના પુરૂષનો મૃતદેહ મળી આવતાં વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ શરૂ કરી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની માહિતી મળી રહી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર