વ્યાજખોરીના દુષણને દુર કરવા માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા “જન સંપર્ક સભા” નું આયોજન
મોરબી: મોરબી જિલ્લામાં વ્યાજખોરીના દુષણને ડામવા સરકારી યોજનાઓ અને બેંકો પાસેથી નાણાં કઈ રીતે લઈ શકાય તે હેતુથી મોરબી જીલ્લા પોલીસ દ્વારા “જન સંપર્ક સભા” નું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જીલ્લામાં વ્યાજખોરોના ત્રાસના લીધે કેટલાક લોકોને પોતાની જમીન જાયદાદ વહેંચવી પડે છે તો કેટલાક લોકો પોતાની જીંદગીથી હાથ ધોઈ બેસે છે ત્યારે મોરબી જિલ્લામાં અવર નવર વ્યાજખોરોની ફરીયાદ નોંધાઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને વ્યાજખોરીના દુષણને દુર કરવા અને વ્યાજખોરો પાસેથી નાણાં લેવાના બદલે સરકારી યોજનાઓ, સહકારી મંડળીઓ તથા બેંક પાસેથી નાણાં કઈ રીતે વ્યાજે લઈ શકાય તે હેતુથી મોરબી જીલ્લા પોલીસ દ્વારા તા.૨૭ જુનને ગુરૂવારના રોજ સમય સવારે:૧૧:૦૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એ ડીવીજન પોલીસ સ્ટેશન સામે મોરબી ખાતે “જન સંપર્ક સભા” નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં જોડાઇ મોરબી જીલ્લા પોલીસને સાથ સહકાર આપવા મોરબી જીલ્લા પોલીસ દ્વારા અનુરોધ કરાયો છે.