મોરબીમાં મૂડી તેમજ વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધેલ હોવા છતાં બળજબરીપૂર્વક ઉઘરાણી કરતા વ્યાજખોરો
મોરબીમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. અત્યારે વારંવાર વ્યાજના ચક્રમાં લોકોને ફસાવવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે સામે આવ્યો છે જેમાં 25 વર્ષીય યુવકે મૂડી અને વ્યાજ સહિતના રૂપિયા ચૂકવી દીધેલ હોવા છતાં પણ બળજબરીપૂર્વક યાદ કરો ઉઘરાણી કરતા હોય અને ફરી બતાવે બળજબરીપૂર્વક પૈસાની પઠાણી ઉઘરાણી કરી બોલાચાલી કરતા હોય અને ઝઘડો કરતા હોય તે બાબતની ફરિયાદ યુવકે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા આશિષભાઈ રમેશભાઈ પાડલીયાએ આરોપી હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા અને નરેન્દ્રભાઈ તેમજ લાલાભાઇ જયંતીભાઈ વિડજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેમને ધંધામાં રૂપિયાની જરૂર હોય જેથી આ કામના આરોપીઓ પાસેથી ₹5,50,000 રૂપિયા 5% એ લીધેલ હોય જે રૂપિયા ફરિયાદીએ મોડી અને વ્યાજબી 85,000 આપી દીધેલું હોય તેમ છતાં આ કામના આરોપીઓએ અવારનવાર બળજબરીથી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતા હોય ફરિયાદીને છરી બતાવી બળજબરીપૂર્વક પૈસાની પઠાણી ઉઘરાણી કરી બોલાચારી કરી ઝઘડો કરતા હોય તે બાબતે યુવકે હાલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છેમળતી માહિતી અનુસાર, મોરની તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા આશીષભાઈ રમેશભાઈ પાડલીયા ઉવ.૨૫ એ આરોપી હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા, નરેન્દ્રભાઈ અને લાલાભાઈ જયંતીભાઈ વિડજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી આશીષભાઈને વર્ષ ૨૦૨૨-૨૩માં ધંધામાં રૂપિયાની જરૂરત ઉભી થતા આરોપી હર્ષદભાઇ પાસેથી રૂ.૫,૫૦,૦૦૦/- રૂપિયા પાચ ટકાએ લીધેલ હોય જે રૂપિયા ફરીયાદીએ આ હર્ષદભાઇને મુડીના રૂ. ૫,૫૦,૦૦૦/- તથા વ્યાજના રૂ.૮૫,૦૦૦/- આપી દીધેલ હોય તેમ છતા આરોપી હર્ષદભાઈએ અવાર-નવાર વ્યાજના રૂપિયા તથા મુડીના રૂપિયા બળજબરીથી ઉઘરાણી કરીને હેરાન પરેશાન કરી તથા આરોપી હર્ષદભાઇ તથા તેના સાઢુભાઇ આરોપી નરેન્દ્રભાઈ તથા તેનો સાળો આરોપી લાલાભાઇ એમ ત્રણેય ફરીયાદીને છરી બતાવી બળજબરી પુર્વક પૈસાની પઠાણી ઉઘરાણી કરી બોલાચાલી, ગાળાગાળી તેમજ ઝઘડો કરતા હોય જેથી આશીષભાઈ દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલોસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો કર્યા બાબત.ગુન્હો બી.એન.એસ કલમ તથા નાણા ધીરધાર અધિનિયમ અને જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
