Friday, January 3, 2025

મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત: ચાર શખ્સોએ આધેડ પાસેથી બળજબરીથી ચેક લખાવી લીધા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિન રાત વધી રહ્યો છે અનેક લોકોના વ્યાજના વિષ ચક્રમાં ફસાય જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે મોરબી શહેરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા આધેડે જે તે સમયે આરોપીઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હોય અને છેલ્લા બે મહિનાથી વ્યાજ ન ભરી શકતા આરોપીઓએ આધેડને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ચેક લખાવી રૂપિયા ન ભરી શકતા જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગોકુલનગર (મકનસર) માં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા રસીકભાઇ રતીલાલભાઈ ચાવડા (ઉ.વ.૪૯) એ આરોપી અર્જુનભાઈ ઉર્ફે અજુ રાઘવભઈ ગમારા (ઉ.વ.૩૩), જગદીશભાઈ ઉર્ફે બલી નાજાભાઈ વરૂ (ઉ.વ.૪૦ ), ચંદુભાઈ નાથાભાઈ વરૂ (ઉ.વ. ૩૩) રહે.ભરવાડપરા નવા બસ સ્ટેન્ડ સામે તા.વાંકાનેર તથા બીપીનભઈ જેમલભાઈ ધામેચા રહે.ભક્તીનગર ૦૨ નવ મકનસર તા.જી,મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી ચંદાભાઇ ભરવાડ, જગાભાઇ ભરવાડ તથા અજાભાઇ ભરવાડએ પાંચ-પાંચ લાખ રૂપિયા મળી કુલ રૂપિયા પંદર લાખ જેટલા ફરીયાદીને પાંચ ટકાના વ્યાજે આપેલ હોય ફરીયાદી છેલ્લા બે મહીનાથી વ્યાજ નહી ભરી શકતા તેઓને જાનથી મારી નાખવાની ધાક-ધમકી આપી ફરીયાદીના વૈશાલી ટ્રાન્સપોર્ટના એકસીસ બેંકના એકાઉન્ટના ચેકો બળજબરી થી લખાવી કઢાવી લઇ તેમજ આરો બીપીનભાઇ દરજી પાસેથી કટકે કટકે ચૌદ લાખ રૂપીયા ત્રણ ટકા વ્યાજે મેળવી છેલ્લા બે મહીનાથી ફરીયાદીએ આરોપીઓને તેઓની પાસેથી લીધેલ મુડીના વ્યાજની રકમ ભરપાઇ નહીં કરી શકતા ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આધેડે આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર