વિઠ્ઠલભાઈ રાદડીયાની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજાયો
મોરબી: શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ તથા એસ્સાર પેટ્રોલ પંપ મોરબી વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગીયા પરિવાર દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ગૌ.વા. વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરી
સૌરાષ્ટ્ર ની પાવન ધરતી પર અનેક સંતો-મહંતો અને મહાનુભવોએ જન્મ ધારણ કર્યા છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણનુ મોક્ષધામ પણ સૌરાષ્ટ્રની પવિત્ર ધરા છે ત્યારે સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર દેશ નુ ગૌરવ સમા વિઠ્ઠલભાઈ રાદડીયા નો જન્મ તા.૮-૧૧- ૧૯૫૮ ના રોજ થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન સામાજીક, રાજકીય, ધાર્મિક સહીતના વિવિધ ક્ષેત્રે આગવી પ્રતિભા પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્રને ગૌરવ અપાવ્યુ છે. નિડર તેમજ મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા લોકસેવક એવા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાનુ તા.૨૯-૭-૨૦૧૯ ના રોજ દુઃખદ અવસાન થયુ ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાત શોકમગ્ન થયુ હતુ. પરંતુ તેમના કર્મો ની સુવાસ આજે પણ ચોમેર ફેલાયેલ છે ત્યારે તા.૨૯-૭-૨૦૨૪ ના રોજ તેમની પાંચમી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબી ના શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ – એસ્સાર પેટ્રોલ પંપ – ત્રાજપર વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયા દ્વારા મોરબીના વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયા ને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ તકે કૃષિતભાઈ સુવાગીયા, મંગળજીભાઈ સુવાગીયા, નરેન્દ્રભાઈ સુવાગીયા, અનિલભાઈ સુવાગીયા, રાજદીપભાઈ સુવાગીયા, જગદીશભાઈ વામજા, જયેશભાઈ ગોસ્વામી સહીતના અગ્રણીઓ ઉપરાંત મોરબી જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા સહીતના અગ્રણીઓએ સૌરાષ્ટ્રના ખરા લોકસેવક એવા ગૌ.વા. વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.