Sunday, September 22, 2024

વિશ્વાઉમિયાધામ દ્વારા ઉમા સ્વાદમ્ નો શુભારંભ, 1 લાખ પરિવાર સુધી મા ઉમિયાનો પ્રસાદ પહોંચશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અમેરિકા-કેનેડા સહિત વિશ્વના કોઈ પણ ખૂણે ઉમા સ્વાદમ્ નો પ્રસાદ મળશે


જગત જનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના ભાગરૂપે વિશ્વ ઉમિયાધામમાં નિર્માણાધીન મંદિર દરેક સમાજના લોકો મા ઉમિયાની પ્રસાદી રૂપે મીઠાઈ તેમજ નમકીનની ખરીદી કરીને સહભાગી થઈ શકે, તે અંતર્ગત વિશ્વઉમિયાધામ દ્વારા ‘ઉમા સ્વાદમ્’ મીઠાઈ અને નમકીનનું વેચાણ-વિતરણનો શુભારંભ થયો છે. ‘ઉમા સ્વાદમ્’ વિશ્વઉમિયાધામ દ્વારા ગૌ માતાના શુદ્ધ ઘીમાંથી મીઠાઈ અને નમકીનના રૂપે બનાવવામાં આવતો મા ઉમિયાનો પ્રસાદ છે. જે સંસ્થાના ઉમાસેવકોની સીધી દેખરેખ હેઠળ ગુણવતા તથા શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખી બનાવવામાં આવે છે. જેનો શુભારંભ સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય જીગ્નેશ દાદાના વરદ્ હસ્તે તથા વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલ સાહેબ તેમજ દાતાશ્રીઓ અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં શરદપૂર્ણિમાના શુભદિને થયો છે.


ઉમા સ્વાદમ્ વિશે વાત કરતાં સંસ્થા પ્રમુખ આર.પી. પટેલ જણાવે છે કે ઉમા સ્વાદમ્ પાટીદાર સહિત તમામ સમાજના 1 લાખથી વધુ ઘર સુધી પહોંચશે. જગત જનની મા ઉમિયાના પ્રસાદ સ્વરૂપે ઉમા સ્વાદમ્ ન માત્ર ભારતમાં પરંતુ અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સહિત વિશ્વના કોઈ પણ ખુણા સુધી પહોંચશે. અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા વિશ્વના કોઈ પણ ખૂણે બેઠેલો પરિવાર વિશ્વઉમિયાધામ ખાતે મા ઉમિયાનો પ્રસાદ નોંધણી કરાવી પોતાના ઘરે મેળવી શકે છે. હાલમાં ઉમા સ્વાદં સ્ટોરનું સ્થળ ફ્લોકેમ હાઉસ, શુકન મોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર