Thursday, March 20, 2025

મોચી સમાજ ના કારીગરો માટે પીએમ વિશ્વકર્મા યોજના માટે નો રજિસ્ટ્રેશન કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિવિધ ક્ષેત્રે ઉપયોગી એવા કારીગરોના લાભાર્થે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના અમલમાં મૂકવામાં આવી છે.

જે અંતર્ગત તારીખ 17/12/2023 ને રવિવારે સવારે 9:00 વાગ્યે થી બપોરે ના 1:00 વાગ્યા સુધી સતવારા જ્ઞાતિ ની વાડી,રામજી મંદિર પાછળ, માધાપરા, મોરબી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી ના સહકાર થી સમસ્ત મોચી સમાજ ના ભાઈઓ માટે પીએમ વિશ્વકર્મા કૌશલ યોજના રજિસ્ટ્રેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં અંદાજે 70 થી વધુ ભાઈ બહેનો નું આ યોજનાનો લાભ અપાવવા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા જાગા સ્વામિ મિત્ર મંડળ મોચી સમાજ મોરબી ના પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ,તેમજ કાંતિભાઈ રાઠોડ તથા દિલીપભાઈ પરમાર, રાજુભાઈ પરમાર,બળવંતભાઈ વાઘેલા,નાથાભાઈ ઝાલા, તથા સર્વે જ્ઞાતિજનો નો સહકાર મળેલ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર