મોરબીની વિશ્વકર્મા સોસાયટી ખાતે નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવમાં આવશે
મોરબી: તા. ૦૪-૦૮-૨૦૨૪ ને રવિવારના રોજ પુષ્પ નક્ષત્ર હોવાથી સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ:શુલ્ક સુવર્ણપ્રાશન ના ટીપાં પીવડાવવામાં આવશે. તેમજ રવાપર રોડની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા જણાવાયું છે. તથા આં કેમ્પમા શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબનાં સભ્યો સેવા આપશે.
આ કેમ્પ સવારના ૧૦:૦૦ થી ૧:૦૦ વાગ્યા દરમ્યાન નીલકંઠ સ્કૂલ સામે આવેલી વિશ્વકર્મા સોસાયટી ના હનુમાનજી મંદિર,રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે તેમજ વધારે માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.