Thursday, January 16, 2025

વિશ્વઉમિયાધામ ખાતે જગતના અધિપતી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જન્માષ્ટમી એટલે જગતના અધિપતી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનો દિવસ અને આ દિવસ વિશ્વભરમા વસતા તમામ સનાતનીઓ માટે આનંદનો અને ઉત્સવનો દિવસ છે.

ત્યારે વિશ્વઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે 7 સપ્ટેમ્બર અને ગુરૂવારને જન્માષ્ટમીના રોજ ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખશ્રી આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરમાં નંદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

રાતે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. જેંમાં લગભગ 12ના ટકોરે મટકી ફોડ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો અને જેમાં નંદ ઘેર આનંદ ભયોના નાદથી સમગ્ર મંદિર પરિષર ગુંજી ઉઠ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ લાભ લીધો. કૃષ્ણ જન્મોત્સવની સાથે સાથે કૃષ્ણકથા અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર