Thursday, November 21, 2024

વિરાટ કોહલી હવે MS ધોનીના આ મોટા ટેસ્ટ રેકોર્ડથી માત્ર એક કદમ પાછળ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જેમ જેમ વિરાટ કોહલી તેની ક્રિકેટ કારકીર્દિમાં સતત પ્રગતિ કરી રહ્યો છે, તેમ તેમ ઘણા રેકોર્ડ તોડીને, તેના નામે નવા રેકોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. ક્રિકેટના કોઈપણ ફોર્મેટ વિશે વાત કરીએ તો વિરાટ કોહલી દિવસે દિવસે નવી ઉંચાઈને સ્પર્શી રહ્યો છે. તે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ જીતીને ભારતીય ભૂમિ પર સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર કેપ્ટન બન્યો હતો અને આ કિસ્સામાં નંબર વન પર રહેનાર મહેન્દ્રસિંહ ધોનીને બીજા નંબર પર ધકેલી દીધો હતો. હવે વિરાટ કોહલી એમએસ ધોનીના બીજા એક મહાન રેકોર્ડની બરાબરી કરશે કારણ કે તે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે સાથે કેપ્ટ્ન તરીકે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાની દ્રષ્ટિએ ધોની સાથે સંયુક્ત રૂપથી નંબર વન પર આવી જશે. ટેસ્ટ કેપ્ટન તરીકે ભારત તરફથી મહત્તમ મેચ રમવાની દ્રષ્ટિએ બીજા નંબર પર વિરાટ કોહલી છે અને આ સમયે એમએસ ધોની તેની આગળ છે, પરંતુ ચોથી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે મેદાન પર આવશે એટલે તે એમએસની સાથે બરાબરીમાં આવી જશે.આ ઉપરાંત, તે અને ધોની સંયુક્તપણે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર કેપ્ટન પણ બનશે. વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટન તરીકે ભારત માટે અત્યાર સુધીમાં કુલ 59 મેચ રમી છે, જ્યારે એમએસ ધોનીએ ટેસ્ટ કેપ્ટન તરીકે ભારત માટે 60 મેચ રમી છે. તે ઈંગ્લેન્ડ સામેની આ ટેસ્ટ શ્રેણીની ચોથી અને અંતિમ મેચમાં માહી સાથે કદમ મેળવી તેની બરાબરી કરશે. વિરાટ કોહલીએ 2014 માં ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને ત્યારબાદ તેણે કુલ 35 મેચ રમી છે અને 14 મેચ હારી છે, જેમાં 59 મેચોમાં ટીમની કપ્તાની સંભાળી છે. તે જ સમયે, માંહીએ ભારત તરફથી 60 મેચની કપ્તાની કરી અને 27 મેચ જીતી હતી જ્યારે 18 મેચમાં હાર થઈ હતી. વિરાટનો વિજેતા ટકાવારી 59.32 છે જ્યારે ધોનીની 45 છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર