અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટ વિરાટ કોહલી આજકાલ ખુશીના માહોલમાં જોવા મળી રહ્યા છે. તેઓ તેની પુત્રી સાથે ખાસ સમય માણી રહયા છે. અનુષ્કાએ 1 ફેબ્રુઆરીના રોજ તેમની નાની પરીનું નામ તેમના ચાહકોને જણાવ્યુ. આટલું જ નહીં, અનુષ્કાએ તેની પુત્રી સાથે પહેલો ફોટો પણ શેર કર્યો છે. અનુષ્કા-વિરાટે પોતાની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે. ચાલો જાણીએ કે તેની પુત્રીના નામનો અર્થ શું થાય. જણાવી દઈએ કે વામિકા એટલે દેવી દુર્ગા એવો અર્થ થાય છે. અનુષ્કાએ પોતાની દીકરી વામિક સાથે જે ફોટો શેર કર્યો છે તે ખુબ જ ક્યુટ લાગી રહ્યો છે. અનુષ્કા શર્માએ લખ્યું કે, “અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે અમારું જીવન જીવ્યું છે, પરંતુ આ નાનકડી વામિકા તેને એક અલગ જ સ્તરે લઈ ગઈ છે.” આંસુ, હાસ્ય, સુખ, ચિંતા…. કેટલીકવાર આ લાગણીઓ થોડીક જ ક્ષણમાં અનુભવાય છે. અનુષ્કાએ તેમના ચાહકો દ્વારા મળેલી શુભકામના અને પ્રેમ માટે ચાહકોને આભાર વ્યક્ત કર્યો. જણાવી દઈએ કે 11 જાન્યુઆરી 2021 ના રોજ અનુષ્કાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. સોશ્યલ મીડિયા પર પુત્રીના આગમન પર વિરાટ કોહલીએ ખુશી વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર આ અંગેના સમાચાર સાંભળી તેમના ચાહકોએ ખુશી વ્યકત કરી હતી.