મોરબીનાં વિરપરડા ગામે અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
મોરબી: અયોધ્યાથી આવેલ શ્રીરામ જન્મભૂમિના પુજીત અક્ષત કળશનું મોરબી નજીક આવેલા વિરપરડા ગામે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું
સમગ્ર વિરપરડા ગામ રામમય બન્યું આ પ્રસંગે ગામના યુવાનો અને રાજકીય સામાજિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા તેમજ રામજી મંદિરના પુજારી અને મહિલાઓ તેમજ નાની બાળાઓ દ્વારા અક્ષત કળશનું ભવ્ય પૂજન અર્ચન કરીને ભગવાન શ્રીરામ ની મહા આરતી કરવામા હતી નાની બાળાઓ એ માથા ઉપર પર કુંભ લઈ અક્ષત કળશના સામૈયા કર્યા હતા તો યુવાનો દ્વારા ડીજે નાં તાલે મધુર સંગીતની સુરાવલીઓની રમઝટ બોલાવી હતી
જય જય શ્રી રામ નાં નારા સાથે સમગ્ર વિરપરડા ગામનુ વાતાવરણ શ્રીરામ થઈ ગયું હતું અક્ષત કળશ યાત્રા આખાં ગામમાં ફરી હતી“અક્ષત કળશ” પુજન સાથે તમામ ગ્રામજનોએ ભગવાન શ્રી રામજી ના રાસ ઝીલણીયા ગાતા ગાતા નાચતા નાચતા ભાવ સાથે અયોધ્યાથી આવેલ શ્રીરામ જન્મભૂમિ પુજીત અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા