મતદારો ને જરૂર છે ટેકાની ત્યારે સાંસદ વિનોદ ચાવડા લોકોથી દૂરી બનાવી બેઠા
ભારે વરસાદ વચ્ચે પણ મોરબીનાં સાંસદ મોરબી થી દૂરી બનાવી બેઠા છે, મોરબીનાં લોકોએ મત આપી ફરી ચૂંટીને ભૂલ કરી ?
મોરબીમાં હાલ કેટલાક દિવસોથી અવિરત મેઘ મહેર ચાલી રહી છે અને મોરબીમાં ઘણા બધા વિસ્તારોમાં તારાથી પણ સર્જી છે ખાસ કરીને મોરબી શહેર અને માળિયા તાલુકાના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને કચ્છ મોરબી હાઇવે પણ બંધ જોવા મળી રહ્યો છે ગામો ગામ અનેક સમસ્યાઓ છે ત્યારે આવા સમયે જે કામગીરી મોરબીના સાંસદ તરીકે વિનોદ ચાવડાએ કરવી જોઈએ તે કરી રહ્યા નથી સોશિયલ મીડિયામાં મોરબી થી દૂર બેઠા બેઠા વિડિયો અપલોડ કરી લોકોને અપીલ કરી રહ્યા છે પરંતુ સાહેબ જ્યારે તમારે મતની ભીખ જોતી હતી ત્યારે તમે મોરબી શહેર માળીયા તાલુકાના ગામડાઓ ખૂંદી ખૂંદી લોકોના ઘરે ઘરે ફરી રહ્યા હતા ત્યારે વિડીયો મૂકી અને મત માગી લેવા હતા ને શા માટે ગામો ગામ નગરો-નગર ફરી રહ્યા હતા
આ આજેમોરબી અને માળીયા ની જનતા છે જેમને વિનોદ ચાવડાની આબરૂ જતા બચાવી છે અને આખે આખી લોકસભા વિસ્તારમાં સૌથી વધુ ખોભલે અને ખોબલે મત આપ્યા હતા. જેટલા મત કચ્છની વિધાનસભાની બેઠકોમાંથી નથી મળ્યા એથી અનેક ગણામત મોરબી શહેરે અને માળિયા શહેર તેમજ માળિયા તાલુકાના ગામડાઓએ લાઈનોમાં કલાકો સુધી ઉભા રહી ધોમધખતા તાપમાં મત આપ્યા છે ત્યારે તમારી ફરજ બને છે કે આ લોકોને હાલ આ વરસાદી આફતમાં તમે તેમની પડખે ઊભા રહો નહીં કે દૂર બેઠા બેઠા જોયા કરો અને વિડીયોના માધ્યમથી પ્રજાને ગુમરા કરો