મોરબી:ઘુનડા ગામના ગ્રામજનોએ પણ મહાનગરપાલિકામાં ભળવાની ના ભણી
મોરબી મહાનગરપાલિકા ને લઈને ગ્રામપંચાયતમાં વિરોધ જોવા મળી રહ્યો છે જ્યારે શહેરના આસપાસના ગ્રામપંચાયત જો આ રીતે વિરોધ દર્શાવશે તો ક્યારેય મહાનગરપાલિકા નહીં થાય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે
મોરબી રાજપર,ઘુંટુ, અને હવે ઘુનડાં ગ્રામપંચાયત એ મહાનગરપાલિકા માં સમાવેશ નહીં થાય તેવું સ્પષ્ટ જણાવી દીધું છે તેમજ ગ્રામજનો ની આગેવાની હેઠળ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ROC મુછાર ને આવેદન પાઠવી તમામ ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો