વિભૂતિ પટેલ ઉર્ફે રાનીબા સામે વધુ એક ફરીયાદ નોંધાઈ: હથિયાર સાથે સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ મામલે ગુનો નોંધાયો
મોરબી: સમાજમાં ભય ફેલાવાના ઈરાદાથી જાહેર જગ્યાએ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ પોતાના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ ફોટાઓ તથા નામ વાળી કેક રાખી તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર વડે કેક કાપી લોકોમાં ભય ફેલાય તેવી રીતે ઈન્સ્ટાગ્રામ સોસીયલ મિડિયામાં વિડીયો પોસ્ટ કરતા આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ આરોપી વિભૂતિ ઉર્ફે રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરા રહે. એસ.પી. રોડ પેસેફીક હાઈટસ રવાપર, તા. જી. મોરબીવાળીએ પોતાના જન્મ દિવસ અન્વયે ખુલ્લી જાહેર જગ્યામાં બે ટેબલો ઉપર અલગ અલગ ફોટાઓ તથા નામ વાળી કેક રાખી તલવાર જેવા તિક્ષ્ણ હથિયારથી કેક કાપી આ જગ્યાની આજુબાજુમાં રહેતા માણસોને તેના આ કૃત્યથી સામન્ય હાની થાય કે ત્રાસ પહોંચે તેવું જાહેર ત્રાસ દાયક કૃત્ય કરી લોકોમાં ભય ફેલાય તેવી રીતે ઇન્ટાગ્રામ સોશીયલ મીડીયા ઉપર વિડીયો પોસ્ટ કરતા આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ -૨૬૮,૨૯૦, તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.