મરાઠા અનામતને લઈને સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને મોટો ફટકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્રમાં મરાઠાઓને ૧૦ ટકા અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે ઇન્દિરા સાહની કેસ પર પુનર્વિચાર કરવાની જરૂર નથી. ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણ ખંડપીઠે કહ્યું હતું કે મરાઠા સમુદાયને 10 ટકા અનામત આપવાથી અનામતની મહત્તમ મર્યાદા (50 ટકા) પાર થઈ જાય છે, તેથી તે ગેરબંધારણીય છે. પાંચ સભ્યોની બંધારણીય બેંચમાં ન્યાયાધીશ એલ નાગેશ્વર રાવ, ન્યાયાધીશ એસ અબ્દુલ નઝીર, ન્યાયાધીશ હેમંત ગુપ્તા અને ન્યાયાધીશ એસ રવિન્દ્ર ભટ ઉપરાંત ન્યાયાધીશ અશોક ભૂષણનો સમાવેશ થાય છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે 26 માર્ચે મરાઠા અનામતને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મરાઠા સમુદાયને અનામત કેસમાં લાવવો યોગ્ય નથી કારણ કે તેમને શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત જાહેર કરી શકાય નહીં. અગાઉ બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મરાઠા સમુદાયને અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયને માન્ય રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મરાઠાઓને અનામત આપવાના નિર્ણયને નકારી કાઢ્યો છે. બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મરાઠાને અનામત આપવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે બુધવારે ચુકાદાને પડકારતી અરજીઓ પર ચુકાદો આપ્યો હતો