‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લામાં ઔદ્યોગિક એકમો સાથે વિવિધ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જે અન્વયે મોરબીના વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. આવા એમ.ઓ.યુ. થકી મોરબીનો ઔદ્યોગિક ક્ષેત્ર વધુ ઊંચાઈઓ સર કરશે અને મોરબીના વિકાસને વધુ ગતિ મળશે.
વરમોરા ગૃપના ચેરમેન ભાવેશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, “મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ મોરબીના પદાધિકારી/અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલા ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમમાં વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. હાલમાં વરમોરા ગૃપના ૫૦૦ કરોડના બે પ્લાન્ટ અંડર કન્ટ્રક્શન છે. આગામી સમયમાં બીજા ૫૦૦ કરોડના ડેવલોપમેન્ટ કામ થશે. આવા એમ.ઓ.યુ. થકી ગુજરાતની વિકાસની ગતિને વધુ વેગ મળશે. આ એમ.ઓ.યુ કરવા બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આ ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમ થકી ઉદ્યોગોની ગતિ વધુ વેગમાન બનશે તેમજ સરકાર અને ઉદ્યોગો વચ્ચેનો સેતુ વધુ મજબૂત બનશે.
હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, “વિશ્વના સિરામિક બીજા નંબરના હબ અને ભારતના ૯૦ ટકા ઉત્પાદનના હબ એવા મોરબી ખાતે વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. મોરબીને સિરામિકનું વિશ્વ કક્ષાનું ક્લસ્ટર બનાવવા માટે હું સરકારનો આભાર વ્યક્ત કરું છું. ઔદ્યોગિક શહેર એવા મોરબીમાં ૨૮૦૦ કરોડના ૯૧ જેટલા એમ.ઓ.યુ. થયા છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાતમાં મોરબીના રોકાણનો આ આંકડો ૧૦૦૦૦ ને પાર કરશે તેઓ આશાવાદ પણ આ તકે ધારાસભ્યએ વ્યક્ત કર્યો હતો અને જિલ્લાઓની સરખામણીમાં મોરબી જિલ્લો વાઇબ્રન્ટ ગુજરાતમાં સક્ષમ રીતે સહભાગી બનશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અન્વયે મોરબી ખાતે પધારેલા મંત્રી જગદીશ વિશ્વકર્માએ વરમોરા વરમોરા સિરામિક યુનિટની મુલાકાત લઈ આ એમ.ઓ.યુ. બદલ વરમોરા ગૃપને ગુજરાત સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા.
યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા પશુધન અને પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ કરાયો
મોરબી : મોરબીમાં સામાજિક જાગૃતિ માટે સતત સક્રિય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા ગૌમાતાનું પૂજન અને વૃક્ષારોપણ કરી માલધારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ વિશ્વ માલધારી દિવસ નિમિત્તે...
મોરબી જિલ્લા આરટીઓ કચેરીમાં તારીખ ૦૧/૦૭/૧૯૮૯ થી એજન્ટ પ્રથા અમલમાં નથી. જો કે કોઈકવાર બિન અધિકૃત ઈસમો દ્વારા અત્રેની કચેરીના કમ્પાઉન્ડમાં લેભાગુ પ્રવૃતિઓ આચરવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓ રોકવા, લોકોના નાણાંનો ખોટી રીતે વ્યય ન થાય, સરકારના નિયમોનું વ્યવસ્થિત પાલન થાય અને કચેરીની કામગીરી ઝડપથી આગળ વધે તે માટે...
જામનગરના જોડીયામાં આવેલા મોટીવાસમાં રહેતો યુવા પાંચ દિવસ પૂર્વે બપોરના અરસામા પેટ્રોલ પુરાવીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે માળિયા મીયાણા પાસે અજાણ્યા કારચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત...