મોરબી: યુવાવર્ગને પણ પાછળ છોડીને જાણે કે,વરિષ્ઠ નાગરિકોએ નિર્ધાર કર્યો હોઈ તેમ ઠેર ઠેર વરિષ્ઠ નાગરિકો મતદાન મથકો પર પોતાનો ઉત્સાહ દર્શાવી રહ્યાં છે જોકે બીજી તરફ જિલ્લા વહિવટીતંત્રએ પણ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થાઓ કરી છે જેનો લાભ લઈને વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારે મતદાન મથકે પહોંચીને મતદાન કરી રહ્યા છે. તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર મતદાન સહાયતા કેન્દ્ર તેમજ વ્હીલચેર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

