વાંકાનેરના વસુંધરા ગામે ફોરેસ્ટર અને ત્રણ શખ્સો વચ્ચે મારામારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ
વાંકાનેર: વાંકાનેર તાલુકાના વસુંધરા ગામની સીમમાં ત્રણ શખ્સો અને ફોરેસ્ટ વનપાલ વચ્ચે માથાકુટ થતા છરી વડે મારામારી થઈ હતી જેથી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સામસામે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના વતની અને હાલ વાંકાનેર ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને વનપાલ તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ આયદાનભાઈ વાંક (ઉ.વ.૩૧) એ આરોપી યોગેશભાઈ અમરશીભાઈ મકવાણા રહે. વસુંધરા વિરમભાઇની વાડીએ. તા. વાંકાનેર તથા વિરમભાઈ ગેલાભાઈ લાંબરીયા રહે. વસુંધરા તઃ વાંકાનેર તથા વીહાભાઈ ગેલાભાઈ લાંબરીયા રહે. વસુંધરા તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭-૦૯-૨૦૨૩ ના બપોરના બે વાગ્યાના અરસામાં આરોપી યોગેશભાઈ તેના હવાલા વાળા મોટર સાયકલ રજીસ્ટર નંબર-.જી.જે.-૧૩.એ.જે.-૮૬૮૫ વાળા સાથે ફોરેસ્ટના પ્રતિબંધીત વિસ્તારમાં નિકળતા તેના મોટર સાયકલમાંની થેલી ચેક કરવાનું કહેતા ફરીયાદી તથા સાથીને ગાળો આપી મોટર સાયકલ લઇ ભાગી ગયેલ અને ફરીયાદી તથા સાથી તેમની વાડીએ ઝડતી કરવા જતા આરોપી યોગેશભાઈએ ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી તેની પાસેની છરીથી ફરીયાદીને ઇજા કરી, તેવામાં આરોપી વિરમભાઈ તથા વીહાભાઈએ આવી જઇ ફરીયાદી તથા સાથીને અમારા માલઢોર કેમ પૂરી દીધેલ છે તેમ કહી આરોપી વિરમભાઈએ ફરીયાદીનો કાંઠલો પકડી ધકો મારી આરોપી વીહાભાઈએ ફરીયાદીને લાકડી વતી વાંસામાં, સાથળમાં શરીરે માર મારી તથા આરોપી વિરમભાઈએ સાથી ખેંગારભાઇનો કાંઠલો પકડી યુનીફોર્મનું સોલ્ડર તોડી નાખી સરકારી કર્મચારી ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ફોરેસ્ટ અધિકારીએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે વિરમભાઈ ગેલાભાઈ લાંબરીયાની વાડીએ રહેતા યોગેશભાઈ અમરશીભાઈ મકવાણા (ઉ.વ.૨૬) એ આરોપી રાહુલભાઈ વાંક ફોરેસ્ટર તથા એક અજાણ્યો માણસ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭-૦૯-૨૦૨૩ ના રોજ ફરીયાદી પોતાની વાડીએથી ગામમાં છાસ લેવા જતો હતો ત્યારે રસ્તામાં ફોરેસ્ટર રાહુલભાઇ વાંક ઢોર હકાવી જતા હોય ત્યારે ફરીયાદી ઉભા રહી જોતા હોય જેથી આ રાહુલભાઇને સારૂ નહી લાગતા ફરીયાદીને ગાળોઆપી બોલાચાલી કરેલ જેનો ખાર રાખી રાહુલભાઇ તથા એક અજાણ્યો માણસ ફરીયાદીની વાડીએ આવી બોલાચાલી તેમજ ઝપાઝપી કરી અને ફરીયાદીને રાહુલભાઇએ છરી ખંભાના ભાગે મારેલ તથા બીજા માણસે પગમાં મુંઢમાર મારી ગાળો આપી હોવાની ભોગ યોગેશભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.