વાંકાનેરના નવા રાજાવડલા ગામે બે પક્ષો વચ્ચે મારામારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ
વાંકાનેર: વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે હનુમાન મંદિર પાસે બે પક્ષો વચ્ચે માથાકુટ થતા સામસામે મારામારી થઈ જે બાદ બંને પક્ષોએ સામસામે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના જુના રાજાવડલા ગામે રહેતા સંજયભાઇ બાબુભાઈ સોલંકી (ઉ.વ.૩૦) એ આરોપી ધીરૂભાઈ ગોવિંદભાઈ સેટાણીયા તથા સંજયભાઈ ગોવિંદભાઈ સેટાણીયા રહે. નવા રાજાવડલા ગામ તા. વાંકાનેર વાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૯-૦૯-૨૦૨૩ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં આરોપી ધીરૂભાઈએ ફરીયાદીને કહેલ કે તુ અમારી બાતમી પોલીસને આપે છે.તેમ કહી બનાવના સમયે બનાવવાળી જગ્યાએ આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી લોખંડના પાઈપ વતી શરીરે મૂઢ ઇજા કરી તથા ફરીયાદીના ભાઈ નીલેશને આરોપી ધીરૂભાઈએ લોખડનો પાઇપ વતી જમણા હાથે અગુંઠામા ફેકચર જેવી ઇજા કરી તથા આકાશને આરોપીઓએ લોખડનો પાઇપ વતી શરીરે મૂઢ માર મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર સંજયભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે વાંકાનેરના નવા રાજાવડલા ગામે રહેતા ધીરૂભાઇ ગોવિંદભાઈ સેટાણીયા (ઉ.વ.૨૮) એ આરોપી સંજયભાઈ બાબુભાઈ સોલંકી તથા નિલેશભાઈ બાબુભાઈ સોલંકી તથા આકાશભાઈ બાબુભાઈ સોલંકી રહે. ત્રણે જુના રાજાવડલા ગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૯-૦૯-૨૦૨૩ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદીએ આરોપી સંજયભાઈને બે દિવસ પહેલા ઘર પાસે નહિ ઉભા રહેવા કહેલ તે બાબતનો ખાર રાખી બનાવના સમયે બનાવવાળી જગ્યાએ આરોપીઓએ ફરીયાદીને તથા સંજયભાઈ ઉ.વ.૩૦નાને ગાળો બોલી ફરીયાદીના ભાઈ સંજયભાઈને આરોપી સંજયભાઈ બાબુભાઈએ લોખંડના પાઈપ વતી માથામા પાછળના ભાગે ઇજા પહોંચાડી તેમજ આરોપી નિલેશભાઈએ ધારીયુ માથામા મારી ઇજા પહોંચાડી તેમજ આરોપી આકાશભાઈએ ફરીયાદીને લોખંડના પાઈપવતી માથામા તેમજ કપાળના ભાગે ઇજા પહોંચાડી તેમજ આરોપી સંજયભાઈએ ફરીયાદીને લોખંડના પાઈપવતી ડાબા હાથે કોણી પાસે ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ધીરૂભાઇએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.