Friday, November 8, 2024

વડોદરા ખાતે લો કોસ્ટ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મોરબીના વિસ સરપંચોએ લીધી મુલાકાત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સરપંચઓને ગ્રામ પંચાયતમાં પ્રવાહી કચરાના યોગ્ય વ્યવસ્થાપન અર્થે માર્ગદર્શન આપવામાં આવ્યું

સ્વચ્છતા અભિયાન અન્વયે અવારનવાર વિવિધ આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતના સરપંચઓ ગામમાં પ્રવાહી કચરાના યોગ્ય વ્યવસ્થાપન અર્થે વિસ્તૃત માહિતી મેળવી શકે તે હેતુથી વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં લુણા ગામે પાદરા ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા તેમજ મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસર યુ.ડી. પટેલના નેતૃત્વ હેઠળ વિકસાવવામાં આવેલા લો કોસ્ટ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે સંદર્ભે મોરબીની ૨૦ ગ્રામ પંચાયતના સરપંચઓને આ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત અંતર્ગત ટ્રીટમેન્ટ પ્લાન્ટની ડિઝાઇન અને અમલીકરણ સમયે આવેલ સમસ્યાઓ તેમજ આ સમસ્યાઓના નિરાકરણ બાબતે પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર