મોરબીનાં શાપર ગામે શ્રી રાજબાઇ મંદિર ખાતે વાધડિયા પરિવાર નું સ્નેહ મિલન યોજાયું
મોરબી શહેર અને આજુબાજુના ગામોમાં વસતા વાધડિયા પરિવારજનો સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનાં સન્માન સમારોહ યોજાયો તેમજ મંદિર ખાતે વિશાળ જગ્યામાં નવું બાંધકામ કર્યું હોય આ બાંધકામના દાતાશ્રીઓ નાં પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યાં હતાં
આજના જમાનામાં પરિવાર ભાવના જાળવવા માટે સ્નેહમિલન જેવાં કાર્યક્રમો ખુબ જરૂરી છે સ્નેહમિલન કાર્યક્રમ એટલે જાહેર જીવનમાં જીવંત લોકસંપર્કનું એક ઉમદું માધ્યમ. પરિવારના દરેક સભ્ય સુધી પહોંચવાનો એક નમ્ર પ્રયત્ન છે. પરસ્પર સ્નેહની આપ-લેને જીવંત રાખીને સંબંધોની આત્મીયતાને એક નવું જ જોમ પૂરું પાડવાનો અવસર છે. પરિવારના વિવિધ ઘટકોને સમરસતાના તાંતણે એક-સૂત્ર કરવા માટેનો અમૂલ્ય પર્વ છે.ખેડુત થી લઈને ઉદ્યોગકાર, નોકરીયાતથી લઈને વ્યવસાયિક તેમજ નાના ભુલકાંઓથી લઈને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી સહુ એક-મેક સાથે મળીને સ્નેહપર્વની કરવામાં આવતી ઉજવણી ત્યારે રવિવારે મોરબીનાં શાપર ગામે શ્રી રાજબાઇ મંદિર ખાતે આવોજ એક વાધડિયા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી શહેર અને આજુબાજુના ગામોમાં વસતા વાધડિયા પરિવારના બધા પરિવારજનો ભેગા થયા હતા અને માતાજીના ગુણગાન આખ્યાન ભજન કીર્તન સહિતનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતુ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને સીલ્ડ આપીને સ્નમાનિત કરાયા હતા કાર્યક્રમ નેં અંતે વાધડિયા પરિવારજનો માટે સ્વાદિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમનેં સફળ બનાવવા આયોજકો એ ખુબ મહેનત કરી હતી