સમગ્ર દેશમાં હાલ પ્રથમ તબક્કામાં કોરોના વાઈરસના રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામા કોરોના રસીકરણ કામગીરીની શુભ શરૂઆત કરવામાં આવી. આ કામગીરી સામુહિક આરોગ્ય કેન્દ્ર લીલીયા ખાતે કરવામાં આવી. આ કામગીરીનું અધિક્ષક દીપ પ્રાગટ્ય સામુહિક આરોગ્ય કેન્દ્ર લીલીયાના ર્ડો. પ્રકાશ, તાલુકા હેલ્થ ઓફીસર ર્ડો.સિદ્ધપુરા, ટી.ડી.ઓ.શ્રીરાઠોડ, ર્ડો.તોમર,ર્ડો.ચત્રોલા, ર્ડો.શીતલબેન, સી.ડી.પી.ઓ.શ્રદ્ધાબેન શુક્લ દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ક્રાકચના મેડિકલ ઓફિસર ર્ડો. શીતલબેન રાઠોડ, આર.બી.એસ.કે. ર્ડો.હિરેનભાઈ સોલંકી તથા સી.એચ.સી. લીલીયાના સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, આશા બહેનો તથા આંગણવાડીના બહેનો એ રસીકરણ કરાવ્યું.