બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ ‘સ્વદેસ’ હજી પણ તેના ચાહકો અને ફિલ્મી દિવાનાઓ માટે એક ખાસ ફિલ્મ છે. આ ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ‘સ્વદેસ’ ના ગીતો પણ ખૂબ હિટ રહ્યા હતા. ફિલ્મ ‘સ્વદેસ’ વર્ષ 2004 માં આવી હતી. શાહરૂખ ખાનની આ ફિલ્મનું ટાઇટલ ટ્રેક એમરિકાના નેવીના જવાનોએ ગાયું છે. યુએસ નૌકાદળના જવાનો દ્વારા ગાયેલા ‘યે દેશ હૈ તેરા’ ગીતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પર શાહરૂખ ખાને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. યુએસ નેવી સૈનિકો દ્વારા ગાયેલ ‘યે દેશ હૈ તેરા’ ગીતનો વીડિયો યુએસમાં ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધુએ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતાં રાજદૂત તરણજીત સિંહ સંધુએ ભારત-અમેરિકાના સંબંધોની પ્રશંસા કરી હતી. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું, ‘આ તે બંધન છે જેને ક્યારેય તોડી શકાતું નથી! આ મિત્રતા જેને ક્યારેય તોડી શકાતી નથી. ગઈકાલે ડિનર દરમિયાન યુએસ નૌસેનાએ આ હિંદી ગીત ગાયું હતું. તેમના બીજા ટ્વીટમાં તરણજીત સિંહ સંધુએ યુએસ નેવીની પ્રશંસા કરી. શાહરૂખ ખાને પણ તેના ટ્વિટને રીટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી. શાહરૂખ ખાને તરણજિત સિંહ સંધુના ટ્વીટને રીટ્વિટ કરીને ફિલ્મ ‘સ્વદેસ’ સાથે જોડાયેલી તમામ હસ્તીઓને આભાર માન્યો હતો. શાહરૂખ ખાને પોતાની ટ્વિટમાં લખ્યું, ‘ આ શેર કરવા બદલ, આભાર સર. ખૂબ જ મનોહર છે. મને એ જૂનો સમય યાદ આવ્યો જે આ સુંદર ફિલ્મ બનાવવામાં અને આ ગીત ગાવામાં વિતાવવામાં આવ્યો હતો. આ સાથે શાહરૂખ ખાને ફિલ્મ ‘સ્વદેસ’ ના નિર્માતા-દિગ્દર્શકોની સાથે સંગીતકાર એઆર રહેમાનને પણ ટેગ કરીને તેમનો આભાર માન્યો હતો. સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનું ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. કિંગ ખાનના ચાહકો અને સોશ્યલ મીડિયા યુઝર્સ તેમની ટ્વીટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2004 માં આવેલી શાહરૂખ ખાનની ફિલ્મ ‘સ્વદેસ’ ને ઘણા એવોર્ડ મળ્યા છે. આ ફિલ્મએ બે નેશનલ એવોર્ડ પણ જીત્યા છે. આ ફિલ્મએ બેસ્ટ મેલ પ્લેબેક અને બેસ્ટ સિનેમેટોગ્રાફીના એવોર્ડ જીત્યા છે.