અટકાયતીઓની આપ-લે અને પ્રતિબંધોને કારણે ફસાયેલા ઈરાનનાં સાત અબજ ડોલર (આશરે 52 હજાર કરોડ રૂપિયા) ની ચુકવણી અંગે અમેરિકાએ ઈરાન સરકાર સાથેના કોઈપણ કરારને નકારી કાઢ્યો છે. ઈરાનના નેશનલ ટેલિવિઝન પર આવા કરાર સંબંધિત સમાચાર ચાલી રહ્યા છે. ઈરાની ટેલિવિઝન મુજબ, બંને દેશો વચ્ચે ઇરાનમાં જાસૂસીના આરોપસર જેલમાં બંધ ચાર અમેરિકન નાગરિકોના બદલામાં ચાર ઈરાની નાગરિકોને જેલમાં મુક્ત કરવાની સમજૂતી થઈ છે. આ ઉપરાંત, યુ.એસ.ના પ્રતિબંધને કારણે, બંને દેશોએ તેના વિવિધ દેશોમાં ફસાયેલા સાત અબજ ડોલરના તેલની કિંમત ચૂકવવાનો કરાર પણ કર્યો છે.
અમેરિકન સરકારે ઈરાન સાથેના આ પ્રકારના કરારને નકારી દીધા છે. આવી જ રીતે ઇરાને પણ બ્રિટિશ નાગરિકને યુકેની જેલમાંથી મુક્ત કરવાનો દાવો કર્યો છે, પરંતુ યુકેના વિદેશ મંત્રાલયે આ દાવાને નકારી કાઢ્યો છે. ઈરાની ટેલિવિઝન અનુસાર ઇરાન અને વિશ્વના શક્તિશાળી દેશો વચ્ચે પરમાણુ કરારને ફરીથી જીવંત બનાવવા માટે ચાલી રહેલી વાટાઘાટો દરમિયાન વિએનામાં આ કરારો થયા હતા.