રામપુરના ટાંડા વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન પંચાયતમાં એવી રીતે નક્કી કરવામાં આવ્યા હતા જેની કોઈએ અપેક્ષા નહોતી રાખી. હકીકતમાં, જ્યારે તેના ચાર મિત્રો સાથે ઘરેથી ભાગી ગયેલી યુવતી મિત્રો સાથે પકડાઇ હતી, ત્યારે તેના સંબંધીઓએ છોકરાઓ સામે કેસ દાખલ કરવાનું વિચાર્યું હતું. આના આધારે છોકરાના સબંધીઓએ પંચાયતને બોલાવી હતી. પંચોએ આ અંગે નિર્ણય લેવા માટે ત્રણ દિવસનો સમય માંગ્યો હતો. ત્યારે એક વિચિત્ર નિર્ણય જાહેર કરવામાં આવ્યો. રામપુર જિલ્લાના ટાંડા વિસ્તારની આ બાબત આજકાલ ચર્ચામાં છે. એક યુવતીને તેના ચાર મિત્રો સાથે તેના ઘરથી ભાગવાની અનોખી સજા મળી છે. ટાંડાની યુવતી થોડા દિવસો પહેલા જ ચાર છોકરાઓ સાથે ભાગી ગઈ હતી. સ્વજનો તેની શોધ કરી રહયા હતા. તે દરમિયાન યુવતી અને તેના ચાર મિત્રો ઝડપાઇ ગયા હતા.છોકરીના સ્વજન છોકરાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવા માંગતા હતા પરંતુ આરોપીઓના સબંધીઓએ પંચાયતમાં મામલો થાળે પાડવા દબાણ કર્યું હતું. આ પછી પંચાયત બેઠી. પંચોએ છોકરી સામે ચાર છોકરામાંથી કોઈ પણ સાથે લગ્ન કરવાની શરત મૂકી. યુવતીને આવા નિર્ણયની અપેક્ષા નહોતી અને છોકરાઓ પણ લગ્ન કરવા તૈયાર નહોતા. પરંતુ, તેઓ પંચાયતના નિર્ણય સામે મજબુર હતા. છોકરી ચાર છોકરામાંથી કોઈને પસંદ કરી શકતી ન હતી. આ નિર્ણયથી તે સંપૂર્ણપણે મૂંઝવણમાં પડી ગઈ હતી. આ પછી ચિઠ્ઠી ઉપાડી નામ નક્કી કરવાનું સૂચન કરાયું હતું. દરેક જણ આ વાત પર સંમત થયા. ચારેય છોકરાના નામની ચિઠ્ઠી મૂકીને તેને નાના બાળક પાસેથી ઉપાડ્યા બાદ, યુવતીએ તે છોકરા સાથે લગ્ન કર્યા, જેનું નામ ચિઠ્ઠીમાં બહાર આવ્યું. ગુરુવારે થયેલ અનોખા લગ્નથી તે વિસ્તારમાં આ ચર્ચાનો વિષય બન્યો. મુરાદાબાદનો આ પહેલો કિસ્સો છે જેમાં વરરાજાની પસંદગી ચિઠ્ઠી ઉપાડીને કરવામાં આવી હતી.