Tuesday, January 21, 2025

ઉંચીમાંડલ ગામના બસ સ્ટેન્ડ નજીક કારમાંથી વિદેશી દારૂની 108 બોટલો સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ઉંચીમાંડલ ગામ બસ સ્ટેન્ડ સામે રોડ ઉપર ઇન્ડીકા વિસ્ટા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦૮ કિ.રૂ. ૪૦,૫૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨,૪૦,૫૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.

મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફના કાર્યવાહી કરવા કાર્યરત હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે મળેલ બાતમીના આધારે હળવદ મોરબી રોડ ઉચીમાંડલ ગામના બસ સ્ટેન્ડ ખાતે બાતમી વાળી ઇન્ડીકા વીસ્ટા કાર રજી. નં.GJ-13-CC-4529 વાળીની વોચમાં હતા તે દરમ્યાન ઇન્ડીકા કાર મળી આવતા ચેક કરતા તેમાંથી ગેરકાયદેસર રીતે પરપ્રાંત માંથી વિગતેનો વિદેશી દારૂની બોટલ નંગ -૧૦૮ કિ.રૂ. ૪૦,૫૦૦ તથા ઇન્ડીકા વીસ્ટા કાર રજી. નં.GJ-13-c-4529 કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૪૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી ઇમરાન ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ પઠાણ ઉ.વ. ૩૮ રહે, ચંદ્રપુર, તા.વાંકાનેર વાળાને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે જ્યારે તપાસ દરમ્યાન અન્ય બે શખ્સો માલ મોકલનાર વેલાભાઇ સગરામભાઇ રબારી રહે. શાપર તા.સાયલા જી.સુરેન્દ્રનગર તથા માલ મંગાવનાર – કાનો નવઘણભાઇ ભરવાડ રહે. ઉચીમાંડલ તા.જી.મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર