બ્રિટિશરોએ વ્યારાવાલી ગામમાં મહાકાળી ગુફાઓ પાસે લગભગ 1 લાખ ચોરસ મીટર અથવા 10 લાખ ચોરસફૂટની જમીનને 999 વર્ષ માટે લીઝ પર આપી હતી અને 1લી ઓગસ્ટ, 1805માં લીઝ અસ્તિત્વમાં આવી હતી. 1909માં, ભારત સરકારે ગુફાને એક સંરક્ષિત સ્મારક જાહેર કર્યું. ભારત સરકારે 1913માં ફર્નાન્ડીઝ- રિબેલો પરિવાર સાથે આ અંગે કરાર પણ કર્યો હતો.આ જગ્યા પર 100 વર્ષમાં કોઈએ તેનાં વળતર- ટીડીઆર પર ક્યારેય વધારો કર્યો નથી અથવા સંમત થયા નથી. થોડાં વર્ષો પહેલાં શાહિદ બલવા, અવિનાશ ભોસલે અને વિનોદ ગોયંન્કાએ મહેલ પિક્ચર્સ કંપની ખરીદી.કંપનીએ 2014માં મુંબઇ હાઇ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ છ વર્ષ બાદ પણ આ અરજીને મંજૂરી આપવામાં આવી નહોતી.
જુલાઈ 2019માં, મહાપાલિકાએ બિલ્ડરોની માગણીઓ સ્વીકારી નહોતી. 2013માં મહાપાલિકાએ આવી જ માગણીને ફગાવી દીધી હતી. અંધેરી સ્થિત 2000 વર્ષ જૂની મહાકાળી ગુફાઓ તરફ જતા માર્ગની સામે કરોડો રૂપિયાનો ટીડીઆર મહાપાલિકા અને રાજય સરકારે એક બિલ્ડરને આપી દીધો છે. નવા વર્ષની ભેટરૂપે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના આશીર્વાદથી બિલ્ડરો બલવા અને ભોસલેની કંપનીને આપવામાં આવશે, એમ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ શુક્રવારે આરોપ કર્યા હતા.કેટલાક દિવસો પહેલાં, જૂની મહાકાળી ગુફાઓનો સમાન રસ્તો મહાપાલિકા અને ઠાકરે સરકારે શાહિદ બલવા અને અવિનાશ ભોસલેની માલિકીની મહેલ પિક્ચર્સને 73 કરોડ રૂપિયાનો ટીડીઆર આપવાનો નિર્ણય લીધો છે.મહાકાળી ગુફાઓ હજારો વર્ષ જૂની છે અને પુરાતત્ત્વ વિભાગ ભારત સરકારના કબજામાં છે, તેના ટીડીઆર ચૂકવી શકાતા નથી, એમ મહાપાલિકાએ જણાવ્યું હતું.