માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર શુક્રવારે રાત્રે ભારતમાં ઘણા વપરાશકર્તાઓ માટે ઠપ થઈ ગયું હતું. ડાઉનડેક્ટર દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવી છે. ભારતમાં 900 જેટલા વપરાશકર્તાઓએ ટ્વિટરને ડાઉનડિટેક્ટર પર ટ્વિટર ઠપ થવાની ફરિયાદ કરી છે. કેટલાક વપરાશકર્તાઓએ મોબાઇલ એપ્લિકેશન બંધ થવાની અને ટ્વિટર વેબસાઇટ બંધ થવાની ફરિયાદ કરી હતી. ટ્વિટર બંધ થવાના કારણે, એન્ડ્રોઇડ અને ડેસ્કટોપ વપરાશકર્તાઓએ સૌથી વધુ મુશ્કેલી સહન કરવી પડી હતી. જો કે હવે ત્રણેય વર્ઝન પર ટ્વિટર અંગે કોઈ સમસ્યા નથી.રિપોર્ટ અનુસાર, ઘણા ઓછા આઇઓએસ વપરાશકર્તાઓએ ટ્વિટર ઠપ થયાની ફરિયાદ કરી છે. વપરાશકર્તાઓને ધીમુ લોડિંગ અને લોગઇન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમજ દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, પટના, લખનઉ, જયપુર, અમદાવાદ, મદુરાઇ અને બેંગ્લોરના વપરાશકારોએ ભારે હાલાકી ભોગવી પડી હતી. ટવીટરે ટવીટર ઠપ થયાની પુષ્ટિ સતાવાર રીતે રજૂ કરી નથી. સાથે જ ભારત સિવાય અન્ય દેશના યુઝર્સને આ અંગેની કોઈ સમસ્યા જણાઈ ન હતી.