બ્લોગિંગ સાઇટ ટ્વિટરે બ્લુ ટિક વેરિફિકેશન પ્રક્રિયાને ફરીથી શરૂ કરી છે. વપરાશકર્તાઓ હવે તેમના અકાઉન્ટને વેરીફાઈ કરવા માટે અરજી કરી શકે છે. કંપનીનું કહેવું છે કે અમે ખૂબ ખુશ છીએ કે અમે વેરિફિકેશન અરજી પ્રક્રિયા ફરી શરૂ કરી છે. અમારું આ પગલું વધુ પારદર્શકતા અને વિશ્વસનીયતા પ્રદાન કરવામાં મહત્વનું સાબિત થશે. તમને જણાવી દઈએ કે વેરિફિકેશન પ્રક્રિયા 2017માં બંધ કરવામાં આવી હતી. ટ્વિટરે કહ્યું છે કે માત્ર છ પ્રકારના એકાઉન્ટ્સને બ્લુ ટિક મળશે. જેમાં સરકારી, કંપની-બ્રાન્ડ, સ્પોર્ટ-ગેમિંગ, મનોરંજન, પત્રકારો અને ઓર્ગેનાઈઝર અને પ્રભાવશાળી લોકોનો સમાવેશ થાય છે. ટ્વિટરે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષના અંત સુધીમાં અમે વેરિફિકેશન માટે વૈજ્ઞાનિક, શિક્ષણ અને ધાર્મિક નેતાઓ જેવી કેટેગરીનો સમાવેશ કરીશું.
આ છે ટ્વિટર વેરિફિકેશનની પ્રક્રિયા.
ટ્વિટર પર તમારું નામ તમારા વાસ્તવિક નામ અથવા તેને મળી આવતા નામ જેવું જ હોવું જોઈએ. આ જ નિયમ કંપનીના કિસ્સામાં લાગુ પડે છે.
ટ્વિટર પર વેરિફાઇડ ફોન નંબર, કન્ફર્મ ઇમેઇલ આઇડી, વ્યક્તિ અથવા કંપની અથવા બ્રાન્ડ વિશે વિગતવાર માહિતી નોંધવી પડશે.
કંપની, બ્રાન્ડ અથવા અકાઉન્ટ યુઝરનો અસલી ફોટો આપવો પડશે.
પર્સનલ એકાઉન્ટના કિસ્સામાં બર્થ ડેની માહિતી આપવી પડેશે
ટ્વિટરની પ્રાઇવેસી સેટિંગ્સમાં પબ્લિક ટ્વીટ્સ સેટ કરવું.
Verification.twitter.com પર જઈને તમારે એ સમજાવવું પડશે કેતમે એવું શું કામ કરો છો જેના માટે તમારું એકાઉન્ટ વેરીફાઈ કરવામાં આવે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ઓળખ દસ્તાવેજની સ્કેન કોપી અપલોડ કરવી. (ઉદાહરણ તરીકે, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ)
verification.twitter.com આપેલ એક પછી એક સ્ટેપને પુરા કરતા જાઓ.
ત્યારબાદ ટ્વિટર તમને ઇમેઇલ મોકલશે, અને જણાવશે કે તમારૂ એકાઉન્ટ વેરીફાઈ થયું છે કે નહીં. જો તમારૃ અકાઉન્ટ વેરીફાઈ કરવામાં ન આવે તો 30 દિવસ પછી ફરીથી તે જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.
ઉલ્લેખનીય છે કે ટ્વિટર તેના ખાસ શોપિંગ ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરનું સૌ પ્રથમ એન્ડ્રોઇડ ફોન પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જે પહેલા એન્ડ્રોઇડ ફોન યુઝર્સ માટે ઉપલબ્ધ થવાની ધારણા છે.