જુના અમરાપર શાળામાં ટ્વીનિંગ પ્રોગ્રામ યોજાયો
શાળામાં શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિ આદાન પ્રદાન થાય તે હેતુસર શાળા ભાગીદારી કાર્યક્રમ ચાડધ્રા અને જૂના અમરાપર શાળા વચ્ચે ટ્વીનિંગ કાર્યક્રમ યોજાયો.
બંને શાળાના વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય આપી શાળાની વિવિધ શ્રેષ્ઠ બાબતોથી અવગત કર્યા.વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં ગણિત-વિજ્ઞાન અને પુસ્તકનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પવન ચક્કી, ડાયનેમો, સૂર્ય-ચંદ્ર,વિવિધ ગ્રહો, માનવીનું પાચનતંત્ર જેવા વિવિધ વિજ્ઞાનના પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડવામાં આવી. જેમાં બધા બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો. શાળામાં આવેલ સેલ્ફી કોર્નર વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો.
ટ્વીનિંગ પ્રોગ્રામને સફળ બનાવવા બંને શાળાના શિક્ષકો અને આચાર્ય દ્વારા જહેમત ઉઠાવી હતી.