સ્વીડનની કંપની Truecaller વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય એપ્લિકેશન છે. હવે Truecallerએ નવી એપ્લિકેશન શરૂ કરી છે. આ એપને ગાર્ડિયન્સ (Guardian ) નામ આપવામાં આવ્યું છે. Truecallerના જણાવ્યા અનુસાર આ એપ્લિકેશન સ્ટોકહોમ અને ભારતની ટીમ દ્વારા 15 મહિનામાં બનાવવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે આ એપ્લિકેશન ખાસ મહિલા સુરક્ષા માટે બનાવવામાં આવી છે. Truecallerની સહ-સ્થાપક અને સીઈઓ એલન મામેદીએ કહ્યું છે કે વ્યક્તિગત સલામતી અને સ્થાન વહેંચણી માટેની સેંકડો એપ્સ બજારમાં છે. પરંતુ આમાંથી કોઈપણ એપ્લિકેસન જે રીતે Guardian એપ્લિકેશન કાર્ય કરે છે તે રીતે કામ કરતી નથી. ચાલો જાણીએ આ એપ્લિકેશનની સુવિધાઓ શું છે.
આ એપ્લિકેશન દ્વારા, તમે હંમેશાં Always Share લોકેશન પસંદ કરીને તમારા Guardian સાથે હંમેશા લોકેશન શેર કરી શકો છો.બીજો વિકલ્પ એ પણ છે કે તમે ક્યાંક જઈ રહ્યાં છો, ત્યારે જ લોકેશન શેર કરો. ઇમરજન્સીમાં પણ લોકેશન લોકેશન શેરિંગનો ઓપ્શન ઉપલબ્ધ છે.સ્થાન શેરિંગની સાથે, તમારી મોબાઇલ બેટરી અને નેટવર્કની સ્થિતિ પણ જેતે વ્યક્તિને બતાવે છે. જેથી તે સમજી શકે કે ફોન કેટલો સમય ચાલશે. આ સિવાય કંપની ઇમેરજન્સી વાળી જગ્યાએ લોકલ ઑથોરિટીને સાવચેત કરવા પર કામ કરી રહી છે.
જો તમે truecaller છો, તો તમે સમાન ID સાથે Guardian એપ્લિકેશનમાં લોગ ઇન કરી શકો છો. જો તમે truecaller વપરાશકર્તા નથી, તો આવી સ્થિતિમાં, તમે ફોન નંબરથી વેરિફિકેશન કર્યા પછી લોગ ઇન કરી શકો છો. તમે મિસ્ડકોલ આપીને ઓટીપી પણ મેળવી શકો છો. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા સ્થાન, સંપર્કો અને ફોન માટે પરવાનગી આપવી પડશે. તેનો યુઝર ઇન્ટરફેસ એકદમ સરળ છે. ગાર્ડિયન સૂચિમાં, તમે ગમે તેટલા લોકો સાથે લોકેશન શેર કરી શકો છો. તમે ઇચ્છો ત્યારે લોકેશન શેર કરવાનું બંધ કરી શકો છો.કંપનીએ કહ્યું છે કે ભલે તમે લોકેશન શેર કરી રહ્યા હો, પરંતુ તે બેકગ્રાઉન્ડમાં કામ કરે છે. કંપનીએ એવો દાવો પણ કર્યો છે કે તે સ્માર્ટફોનની ઓછામાં ઓછી બેટરી વાપરે છે. તેમાં ઇમરજન્સી બટન પણ છે જે તમે ટેપ કરીને તમારા Guardian સૂચિત કરી શકો છો.