Wednesday, April 2, 2025

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેરની ધમલપર ફાટક નજીક માલગાડી ટ્રેન પાટા પરથી ખડી પડતાં સર્જાયો અકસ્માત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેરના ધમલપર ગામની રેલ્વે ફાટક નજીકથી આજરોજ મંગળવારે બપોરે 4:15 વાગ્યાની આસપાસ અહીંથી પસાર થતી એક માલગાડી ટ્રેન અચાનક પાટા પરથી ખડી પડતા અકસ્માત સર્જાયો છે, અકસ્માતના પગલે ટ્રેન વ્યવહાર અસરગ્રસ્ત થતા હાલ તાત્કાલિક રેલ્વેના જવાબદાર અધિકારીઓ સ્થળ પર દોડી જવા રવાના થયા હોવાની માહિતી મળી રહી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ધમલપર ફાટક નજીક મેલડી માતાજીના મંદિર પાસે આજરોજ મંગળવારે બપોરના ૪:૧૫ વાગ્યાની આસપાસ અહીંથી પસાર થતી એક માલગાડી ટ્રેન અચાનક કોઇ કારણોસર પાટા પરથી ઉતરી જતા ટ્રેનના બેથી વધુ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. હાલ બનાવની જાણ થતા રેલ્વે વિભાગના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જવા રવાના થયા હોવાની માહિતી મળી રહી છે. આ ટ્રેન અકસ્માતના પગલે હાલ કોઈ જાનહાની કે ઇજાનો બનાવ સામે આવ્યો નથી, પરંતુ વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો હોવાની માહિતી મળી રહી છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર