ગુજરાતના લોકપ્રિય અભિનેતા અમિત મિસ્ત્રીનું આજે સવારે નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું મૃત્યુ કાર્ડિયેક અરેસ્ટને કારણે થયું છે. તેની કારકિર્દીમાં, તેમણે ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું. જેમાં ક્યા કહના, એક ચાલિસની આખરી લોકલ, 99, શોર ઇન ધ સિટી, યમલા પાગલા દીવાના, બે યાર,અ જેન્ટલમેન અને એમેઝોન પ્રાઈમ સીરીઝ બંદિશ બેન્ડીટ્સ જેવી ફિલ્મ્સ શામેલ છે. અમિત મિસ્ત્રીએ ટીવી સિરિયલ તેનાલી રામા, મેડમ સર જેવા શો માં પણ કામ કર્યું હતું. શુક્રવારે સવારે હાર્ટ અટેકને લીધે એક્ટરે નાની વયે દુનિયાને અલવિદા કહ્યું. અમિતના મેનેજર મહર્ષિના જણાવ્યા અનુસાર અમિત એકદમ સ્વસ્થ હતો અને પોતાના ઘરે જ હતો. તેને કોઈ હેલ્થનો પ્રોબ્લેમ પણ નહોતો. બ્રેકફાસ્ટ કર્યા પછી અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો અને ઘરે જ નિધન થયું. તેનો પરિવાર હોસ્પિટલ પણ ના લઇ જઈ શક્યો. અમિત જેવો એક્ટર ખોઈને એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે. અમિત મિસ્ત્રી છેલ્લીવાર ‘બંદિશ બેન્ડીટ્સ’માં દેખાયો હતો. અચાનક હાર્ટ અટેકના સમાચાર સાંભળીને ઘણા સેલેબ્સને હજુ વિશ્વાસ થઇ રહ્યો નથી. એક્ટરની અચાનક વિદાયને લીધે એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.