આવતીકાલ જન્માષ્ટમીના દિવસે જડેશ્વર મહાદેવ સ્ટેશન રોડ મોરબી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન
મોરબી: આવતીકાલે તારીખ 26/ 08 /2024 અને જન્માષ્ટમીના દિવસે જડેશ્વર મહાદેવ સ્ટેશન રોડ મોરબી ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે.
જેમાં વહેલી સવારે એટલે કે સવારના 04:30 કલાકે મહારુદ્રીનું આયોજન રહેશે તથા સવારે 9:00 વાગે આપણી મોરબી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રા નો પ્રારંભ થશે અને સર્વ હિન્દુ સંગઠન દ્વારા મંદિર પરિષદમાં ચબૂતરા પાસે મટકી ફોડ નો કાર્યક્રમ સવારે 9:00 વાગે રહેશે એના પછી દર સોમવારે જે ધજા ચડે છે એના માટે ધજાનો 10:00 વાગ્યાનો કાર્યક્રમ રહેશે બપોર પછી માં સાંજે 7:30 વાગે 108 દીવાની દીપમાલા તથા મહા આરતી રહેશે આરતી પૂર્ણ થયા બાદ સમગ્ર દર્શનાર્થીઓ માટે ફરાળ નો પ્રસાદ રહેશે રાત્રે 11:00 વાગે કુંભાર શેરી યુવક મંડળ દ્વારા 12:00 વાગે મટકી ફોડનો કાર્યક્રમ થશે તે દરમિયાનમાં હોલની અંદર કૃષ્ણ જન્મ ઉત્સવનું પૂજન અને રાત્રે 12:00 વાગે કૃષ્ણ જન્મનો કાર્યક્રમ રહેશે અને મટકી ફોડનો કાર્યક્રમ પણ રહેશે તો સમગ્ર મોરબી ની ધાર્મિક પ્રેમી જનતાને આ કાર્યક્રમમાં ભાગ લેવા ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.