Sunday, January 12, 2025

આદ્રા નક્ષત્ર: આજના દિવસે શિવની પૂજા કરવાથી મળે છે 100 મહાશિવરાત્રીનું ફળ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજે માગશર માસનું આદ્રા નક્ષત્ર: આજના દિવસે કોઈપણ શિવાલય જઈને ફક્ત ભગવાન શિવની પૂજન અર્ચનવિધિ કરવાથી 100 શિવરાત્રી જેટલું ફળ મળે છે તે શાસ્ત્ર મુજબ કહેવામાં આવ્યું છે.

આજના દિવસે ભગવાન શિવ વિરાટ શિવલિંગ તરીકે પ્રગટ થયા હતા અને ઘણા વર્ષો પછી આ પ્રકારનું નક્ષત્ર આવ્યું છે. આ મહાશિવલિંગના દર્શન કરવા માટે ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મમાજી પણ આવ્યા હતા એટલે આજના દિવસનો વિશેષ મહિમા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે.

જે વ્યક્તિ આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીની પૂજા અથવા મંદિરના દર્શન કરે છે તેને અપાર લાભ મળશે. ખાસ કરીને જો તે માગશર માસ યુક્ત આદ્રા નક્ષત્ર સાથે હોય, તો તે વ્યક્તિ ભગવાન કાર્તિકેયની ભક્તિ સમાન હોય છે.

આ દિવસે એકટાણું અથવા ઉપવાસ રહેવો સવારના સ્નાન કરી અને ત્યારબાદ મહાદેવજીને દૂધમાં સાકર કાળા તલ પધરાવી અને શિવલિંગ ઉપર ચડાવવા. ચોખ્ખું જળ ચડાવવું ગંગાજળ હોય તો તે ચડાવવું અને ત્યારબાદ બીલીપત્ર હોય તો ચડાવવા અબીલ ગુલાલ ચડાવી ચંદનનો ચાંદલો કરવો જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી રાજદીપ જોશી ના જણાવ્યા અનુસાર ભગવાન સામે પંચાક્ષર અથવા શિવ મહિમ્ન સ્તોત્ર નો પાઠ કરવો.

ઓમ નમઃ શિવાયની એક માળા જરૂર કરવી આ ઉપરાંત બ્રાહ્મણ પાસે વેદોક્ત રુદ્રી પાઠ પણ કરાવવા ઉત્તમ ફળ આપનાર છે આવી રીતના શિવ પૂજા પાઠ કરવાથી જીવનમાં શાંતિ મળશે બીમારી માથી મુક્તિ મળશે અને દુઃખો દર થશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર