Monday, September 23, 2024

આજે મોરબીના નીખીલ હત્યાકાંડને આઠ વર્ષ પૂર્ણ, પોલીસ હત્યારાને ઝડપવામાં સરેઆમ નાકામ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હત્યામાં મોટા માથાનો હાથ હોવાથી ન્યાય ના મળતો હોવાનો પિતાનો આક્રોશ

આઠ વર્ષ થવા છતાં સ્થાનિક પોલીસ અને બાદમાં સી આઈ ડી ગુન્હો ઉકેલવામાં સરેઆમ નિષ્ફળ

મોરબી: આઠ વર્ષ પહેલા મોરબી ના નીખીલ ધામેચા નામના બાળક ને એકટીવા પર અપહરન કરી મોત ને ઘાટ ઉતારવાના ચકચારી હત્યાકાંડ માં પોલીસ હજુ સુધી હત્યારા સુધી પહોચી શકી નથી. આ હત્યાકાંડ ના ઘેર પડઘા પડતા અને સ્થાનિક પોલીસ તપાસ માં કશું ઉકાળી નહિ શકતા તપાસ સી આઈ ડી ને સોપી હતી પણ પાંચ વર્ષ ની સી આઈ ડી ની તપાસ માં પણ કોઈ કડી નહિ મળતા બાળક ના માતા પિતા ઇન્સાફ થી વંચિત રહ્યા છે.

આજે ઘટના ને આઠ વર્ષ વીતવા છતાં કોઈ પરિણામ નહિ મળતા મૃતક નીખીલ ના પિતા એ મુખ્યમંત્રી ને રજૂઆત કરી છે .સાથે સાથે આ હત્યાકાંડ માં મોટા માથા લિપ્ત હોય ઇન્સાફ નહિ મળતો હોવાની આક્રોશ પણ વ્યક્ત કર્યો છે.

નીખીલ ધામેચા હત્યાકાંડને આજે ૮ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મૃતકના પિતા પરેશભાઈ ધામેચાએ મુખ્યમંત્રીને ઓનલાઈન અરજી કરી છે જેમાં જણાવ્યું છે કે પરેશભાઈના પુત્ર નીખીલ ધામેચા હત્યાને ૮ વર્ષ પૂર્ણ થયા છે અને હજુ સુધી પરિવારને ન્યાય મળ્યો નથી પુત્ર નીખીલ તા. ૧૫-૧૨-૨૦૧૫ ના રોજ ગુમ થયો હતો જેનું શનાળા રોડ જીઆઈડીસી પાસે તપોવન સ્કૂલથી એકટીવા પાછળ બેસાડી એક ઇસમ અપહરણ કરી જતો જોવા મળ્યો હતો અને તા. ૧૭-૧૨-૨૦૧૫ ના રોજ રામઘાટ પાસે કોથળામાંથી મૃતદેહ મળી આવ્યો હતો એકટીવામાં પાછળ બેસી નીખીલને લઇ જતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જે ઘટનાને આઠ વર્ષ વીત્યા છતાં પોલીસ હત્યારા સુધી પહોંચી સકી નથી જે કેસ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા કેસ સી.આઇ.ડી. ક્રાઇમને સોપવામાં આવ્યો હતો જેને પણ ૫ વર્ષનો સમય વીટી ગયો છે છતાં યોગ્ય તપાસ થઇ નથી

પુત્ર નિખિલની હત્યા કોણે કરી ? શા માટે કરી તે તમામ પ્રશ્નોના ઉત્તર મળ્યા નથી બાળકની હત્યામાં કોઈ મોટી વગર વ્યક્તિનો હાથ હોય એટલે ન્યાય મળવામાં વિલંબ થયો હોવાનું પણ જણાવ્યું છે જે રજૂઆત કરી કેસની યોગ્ય તપાસ કરી પરિવારને ન્યાય અપાવવા માટે માંગ કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર