વાંકાનેર તાલુકાના તીથવા ગામે છેલ્લા 30 વર્ષથી મકરસંક્રાંતના પાવન અને દયાના પર્વ નિમિત્તે ગાયોને ઘાસ ચારો નાખી અનોખી સેવા કરવાની પરંપરા ચાલી રહી છે. જેમાં આ વર્ષે પણ આજે મકરસંક્રાંતિના દિવસે ગયો માટે ફાળો એકત્ર કરી અને તેમાંથી સુકો ઘાસચારો ખરીદી અને ગાયોને નાખવામાં આવ્યો હતો. ગામની રઝળતી તેમજ માલિકીની ગાયોને મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે 14 અને 15 ફેબ્રુઆરીના રોજ આશરે 1500 જેટલી ગાયોને પાંચસો મણ જેટલો ઘાસચરો નાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો…
વર્ષો જૂની પરંપરા જાળવી રાખવા માટે આ વર્ષે પણ તિથવા ગામના આગેવાનો પૈકી પરબતભાઈ વાલાભાઈ ભરવાડ, મહેન્દ્રભાઈ ધરમશીભાઈ ખોરજા, ઝાલાભાઇ સામતભાઈ ભરવાડ સહિતના આગેવાનો આ પુન્યના કાર્યમાં જોડાયા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa