Sunday, September 22, 2024

ટાઇલ્સના વેપારી દ્વારા કમિશનના પૈસા માગતા ભાગીદારે છરીના ઘા ઝીંક્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી માં સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રેડિંગ ના વેપારી દ્વારા ભાગીદાર પાસે કમિશનના પૈસાની ઉઘરાણી કરતા ભાગીદારે ફરિયાદીને છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગેલેકસી સોસાયટીમાં રહેતા સાહીદભાઇ સુભાનભાઇ મુલતાની અગાઉ સંજયભાઇ શિવાભાઇ કાલાવડીયા સાથે ભાગીદારીમાં સિરામીક ટાઇલ્સનો વેપાર કરતા હોય હિસાબ પેટે કમિશનના રૂપિયા ૪૦ હજાર સાહીદભાઇ સુભાનભાઇ મુલતાનીને લેવાના નીકળતા હતા.શાહિદભાઈએ પૈસાની ઉઘરાણી કરતા સંજયભાઇ શિવાભાઇ કાલાવડીયાએ તેમને ફોન કરી હિસાબ સમજી લઈએ તેવું જણાવી કંડલા બાયપાસ ઉપર બોલાવ્યા હતા જ્યા શાહીદભાઈ જતા સંજયભાઇ શિવાભાઇ કાલાવડીયા તેમનો પુત્ર રૂદ્ર સંજયભાઇ કાલાવડીયા, તેમના પત્ની ફાલ્ગુનીબેન સંજયભાઇ શિવાભાઇ કાલાવડીયા અને સંજયભાઇના સાળી ભાવનાબેન રહે. બધા મોરબી કંડલા બાયપાસ ઉમા સ્ટીલ પાસે વાળાએ શાહીદભાઈ સાથે ગાળા ગાળી કરી પાઇપ વડે હુમલો કર્યો હતો અને સંજયભાઈએ હવે પછી રૂપિયાની ઉઘરાણી કરતો નહિ, નહીતો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી છરીના ઘા ઝીકી દીધા હતા.

ત્યારે આ સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બાદ પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર