Friday, November 22, 2024

ટિકર ગામે રણ વિસ્તારમાં જમીનમાંથી નીળેલ ગેસના કારણે એકનું મોત; બે સારવારમાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં રણ વિસ્તારમાં મીઠાના અગરમા ખોદકામ કરતા હોય ત્યારે ગેસ ઉત્પન્ન થતા શ્વાસમાં તકલીફ થતા એક યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે બે યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ટીનાભાઇ અમરશીભાઇ રાણેવાડીયા ઉ.વ.-૩૦ રહે સુંદરગઢ તા-હળવદવાળ તથા ભરતભાઇ ચતુરભાઇ રાણેવાડીયા ઉ.વ.૨૫ રહે ટીકર અને સાગરભાઇ અમરશીભાઇ રાણેવાડીયા ઉ.વ.૨૫ રહે સુંદરગઢ તા-હળવદવાળા એમ ત્રણેય ટીકર ગામની સીમમાં રણ વિસ્તારમાં મીઠાનાં અગરમાં ખોદકામ કરતાં ત્યારે જમીનમાંથી ગેસ ઉત્પન થતાં શ્વાસમાં તકલીફ થતાં હળવદ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં આવતા ટીનાભાઇ અમરશીભાઇ રાણેવાડીયા નામના યુવકનું મોત નિપજ્યું હતું. તેમજ સાથેના ભરતભાઇ અને સાગરભાઇ બંનેને પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર અથૅ રીફર કરેલ છે. આ બનાવ અંગે જાણ થતા હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર