ગુરુવારે પરેશ ધાનાણી મોરબી તાલુકાના પ્રવાસે: વિવિધ ગામોમાં સંપર્ક તેમજ જાહેર સભા યોજાશે
મોરબી: રાજકોટ લોકસભા મતવિસ્તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર પરેશ ધાનાણી મોરબી તાલુકાના પ્રવાસે તા. ૦૨-૦૫-૨૦૨૪ ને ગુરૂવારના રોજ વિવિધ ગામોમાં સંપર્ક તેમજ જાહેર સભા યોજશે.
હાલ સમગ્ર દેશમાં ચુનાવનો માહોલ છે ત્યારે તમામ પાર્ટીના ઉમેદવાર તથા કાર્યકરો એડીચોટીનું જોર લગાવી જોરશોરથી પોતાના ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે રાજકોટ લોકસભા મતવિસ્તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર પરેશ ધાનાણી મોરબી તાલુકાના પ્રવાસે તા. ૦૨-૦૫-૨૦૨૪ ને ગુરૂવારના રોજ ટંકારા, પડધરી અને કુવાડવા ખાતે ચુંટણી કાર્યલયનુ ઉદ્દઘાટન કરી જાહેર સભા સંબોધશે તેમજ મોરબીમાં શનાળા શક્તિ માતાજીના મંદિરે ધ્વજારોહણ કરી રાજપર, ચાચાપર, ખાનપર, થોરાળા, પંચાસર, શીવનગર, અમરાપર, મોટીવાવડી, માણેકવાડા, બગથળા, નાની વાવડી, પીપડીયા, લુટાવદર, ખેવારીયા, નારણકા, માનસર, વનાળીયા સહિતના ગામોમાં સંપર્ક તેમજ જાહેર સભા યોજશે.