Sunday, October 27, 2024

મોરબી રાજકોટ હાઇવે પર આવેલ થ્રીલ એન્ડ ચીલ ગેમઝોનનાં સંચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના શકત શનાળા ગામ રાજકોટ હાઇવે પર થ્રીલ એન્ડ ચીલ ગેમઝોનમા માણસોની જીંદગીની સલામતી માટે નિયમ મુજબના કોઈ સાધનો નહી રાખી બેદરકારી રાખી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ગેમઝોન લાયસન્સ વગર ચલાવતા થ્રી એન્ડ ચીલ ગેમઝોનના માલિક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી ઉમીયા ચોક પાસે શાસ્ત્રીનગરના ચબુતરા પાસે રહેતા અને મામલતદાર કચેરી મોરબી ગ્રામ્યમા ઇન્ચાર્જ સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા કૌશિકભાઈ ગણેશભાઈ ગામી (ઉ.વ.૩૪) એ આરોપી મિલનભાઈ વાલમજીભાઈ ભાડજા રહે. મોરબી રામકો બંગ્લો પાછળ દેવપેલેસ ફ્લેટ નં -૬૦૧ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૦૫-૨૦૨૪ ના રોજ આરોપીએ રાજકોટ રોડ ઉપર બે માળનુ પતરાના સેડ વાળુ થ્રીલ એન્ડ ચીલ નામનું ગેમઝોન ચલાવતા હોય જે ગેમઝોનમાં માણસોની જીંદગીની સલામતી માટેના નિયમ મુજબના કોઇ સાધનો નહી રાખી બેદરકારી રાખી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ગેમઝોન લાયસન્સ વગર ચલાવતા મળી આવતા ગુનો કર્યો હતો જેથી આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૩૬, જીપી એક્ટ કલમ -૧૩૧એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર