હળવદના જુના દેવળીયા ગામે અકસ્માત કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી
હળવદ: હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે યુવકે અગાઉ આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ ફરીયાદ કરેલ હોય અને સમાધાન ન કરતો હોવાથી આરોપીએ તે બાબતનો ખાર રાખી યુવકના બાઈક સાથે સ્વીફ્ટ કાર અથડાવી કેસ પાછો ખેંચી લે નકર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા શૈલેશભાઈ હરીભાઇ સોલંકી (ઉ.વ.૩૪) એ તેના ગામના આરોપી સબીર હારુનભાઈ કટીયા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૦૩-૨૦૨૪ ના રોજ રાત્રીના સવા નવેક વાગ્યાના અરસામાં ફરીયાદીએ આરોપી સબીર તથા તેના ભાઈ વિરૂધ્ધ સને ૨૦૧૮ મા એટ્રોસીટીની ફરીયાદ કરેલ હોય તે કેસમાં ફરીયાદી સમાધાન કરતા ન હોય તે બાબતનું મનદુખ અને ખાર રાખી આરોપીએ ઉપરોક્ત જણાવેલ સ્થળ અને સમયે સફેદ કલરની સ્વીફ્ટ કારમાં આવી ફરીયાદીના મોટરસાયકલ સાથે જાણી જોઈને અથડાવી અકસ્માત કરી ફરીયાદીને પાડી દઈ ફરીયાદીને ડાબા હાથમા કોણી પાસે તથા ડાબા પડખામાં મુઢ ઈજાઓ કરીફરીયાદીને મારી નાખવાની કોશીષ કરી તેમજ ફરીયાદીને તેમની જાતી વિષે અપમાન જનક સંબોધન કરી “એટ્રોસીટી નો કેસ પાછો ખેચી લે જે નહીતર હવે સાવ માથે ગાડી ચડાવી જાન થી મારી નાખીશ” તેવી ધાક-ધમકી આપી નાસી ગયો હતો. જેથી ભોગ બનનાર શૈલેશભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૦૮,૩૨૩,૫૦૬(૨) તથા એટ્રોસીટી એક્ટ ૨૦૧૬ ની કલમ ૩(૧) (આર),૩(૨)(૫-એ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
